Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી IT/ITes પોલિસી-ર૦રર-ર૭ ને મળી રહેલો વ્યાપક...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી IT/ITes પોલિસી-ર૦રર-ર૭ ને મળી રહેલો વ્યાપક પ્રતિસાદ….

  • આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) અને ડેટા સેન્ટરોનું નિર્માણ કરવા માટે ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન….
  • ૨૦૦૦ કરતાં વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો….

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી ર૦રર-ર૭ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બની છે

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે સંપન્ન થયા છે.ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO શ્રી અમાજીત ગુપ્તા એ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU ના પરિણામે આગામી પ વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ ર૦૦૦ કરતાં વધુ રોજગારીનું સર્જન થશે. એટલું જ નહિ, આ પ્રોજેક્ટ અંતર્ગત યુરોપથી સીધો જ ગુજરાતમાં સબમરીન કેબલ સ્થપાશે, જેના કારણે યુરોપ, મિડલ ઇસ્ટ, યુ.એસ. અને એશિયા સાથે Data Connectivity માં વધારો થશે અને રાજ્યમાં ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપનાને વેગ મળવા સાથે આવા કેબલ લેન્ડીંગ સ્થાપનારૂં દેશનું ત્રીજુ રાજ્ય બનવાની દિશા ગુજરાત માટે ખૂલી છે.

મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં જાહેર કરવામાં આવેલી નવી IT Policy (2022-27) એ સમગ્ર IT સેક્ટરમાં આકર્ષણ પેદા કર્યુ છે એટલું જ નહિ, રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI) અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા અનન્ય અને સક્ષમ પ્રોત્સાહનોનો ઉદભવ થયો છે.આ પોલિસી ભારતીય IT ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પોલિસી લેન્ડસ્કેપમાં પ્રથમ વખત CAPEX-OPEX મોડલનો નવીન ખ્યાલ પણ રજૂ કરે છે.

 પોલિસી જાહેર થયાના ૭ મહિના જેટલા ટૂંકાગાળામાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે ૧૬ જેટલા એમઓયુ થયા છે, તેના કારણે ૨૮,૭૫૦ કુશળ IT રોજગારીનું સર્જન થવાની સંભાવના છે.ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે થયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ ડી.એસ.ટી ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!