Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અમદાવાદમાં ઘાટલોડિયાની બેઠક પરથી માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જ ઍક માત્ર નામ સામે આવ્યું છે.
ગુજરાતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે અમદાવાદની ઘાટલોડિયા બેઠક માટે લેવાયેલ સેન્સમાં માત્ર એક જ નામ સામે આવ્યું છે. જે નામ છે ભૂપેન્દ્ર પટેલ. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. એમ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. વિધાન સભાની ચુંટણીની સેન્સમાં કોઇ વિધાનસભાની બેઠક પર ઍક માત્ર નામ સામે આવતું હોય તેવું ભાગ્યે જ બને છે.