Published By : Aarti Machhi
- અમરેલી જિલ્લામાં ધાનાણી સામે ચૂંટણી જંગમાં ઉતરવા PM મોદીના બે ‘ખાસ’ દાવેદારોએ શરૂ કરેલ લોબિંગ…..
ગુજરાતને સૌથી પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાની ભેટ આપનાર અમરેલી જિલ્લાનુ રાજકારણ ખુબ અટપટું છે હાલ અમરેલી જિલ્લામાં નર્મદાનું પાણી તો પહોંચી ગયું છે. પણ રાજકારણનો ગરમાવો હજી એવો ને એવો જ છે. આખા ગુજરાતમાં ભલે ભાજપનું જોર હોય, પણ ખેડૂત અને પાટીદાર સમાજની બહુમતીવાળા અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારેય ભગવો નથી લહેરાવી શક્યો તેમજ ગઈ વિધાનસભાની ચુંટણીમાં. ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો. જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની ભૂંડી હાર થઈ હતી. જોકે અમરેલી જિલ્લાને ફરી સર કરવા ભાજપે ખાસ સ્ટ્રેટેજી બનાવી છે જેની વિગત જોતાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીનું અમરેલી સીટ પર નામ ફાઈનલ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના મોટાં માથા ઓને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડને હરાવનાર ધાનાણીનો તોડ શોધવો ભાજપ માટે સરળ તો નથી જ.
હાલમા દિલીપ સંઘાણીનું દીકરાને ચૂંટણીમાં ઉતારવા હાઇકમાન્ડ સુધી લોબિંગ પીએમ નરેન્દ્ર મોદીના ખાસ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી સીટ પર પરાજય થયા છતા ભાજપે તેમને વર્ષ 2017માં ધારી સીટ પર ઉતાર્યા હતા. પરંતુ તે સમયે કોંગ્રેસના જે.વી.કાકડિયા સામે તેમની હાર થઈ હતી. ઉપરાઉપરી બે હાર બાદ 68 વર્ષીય સંઘાણીનો રાજકારણ પ્રત્યનો મોહ હજી છૂટ્યો નથી સહકારી આગેવાન છેલ્લાં 5 માસથી પુત્ર મનીષ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીને ચૂંટણી લડાવવા સોગઠા ગોઠવી રહ્યા છે. તેઓ દીકરા અથવા ભાઈની ટિકિટ માટે લોબિંગ પણ કરી રહ્યા છે. જોકે ભાજપ આવું જોખમ ફરીવાર લે એવી કોઈ શક્યતા હાલનાં સમીકરણો પ્રમાણે દેખાતાં નથી. જ્યારે દિલીપ સંઘાણીની જેમ PM મોદીના ખાસ ડૉ. ભરત કાનાબારે પણ અમરેલીથી ટિકિટ માગી છે. ભાજપ અગ્રણી કાનાબાર અગાઉ જિલ્લા ભાજપ-પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ટ્વિટરમાં ફોલો કરે છે. અમરેલીમાં ડો. ભરત કાનાબાર વિશ્વાસુ નેતા છે. તેમની સર્વે સમાજના નેતા તરીકેની ઓળખ છે. તેમણે અમરેલી અને લાઠી બન્ને બેઠક પર દાવેદારી કરી છે અને એ બન્નેમાંથી એક બેઠક પર ટિકિટ મળે તેવી તેમણે નિરીક્ષકો સામે રજૂઆત કરી છે. એને કારણે ભાજપમાં વધુ ગણગણાટ શરૂ થયો છે જોકે અમરેલી સીટ પર ભાજપમાંથી સૌથી આગળ પડતું નામ હોય તો છે યુવા નેતા કૌશિક વેકરિયાનું છે. કૌશિક વેકરિયાની સ્વચ્છ છબિ અને જિલ્લા ભાજપ-પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કામગીરીનો ફાયદો મળી શકે છે. કૌશિક વેકરિયાએ અમરેલીના દેવરાજિયા ગામના પ્રથમ યુવા સરપંચ બન્યા બાદ ગામમાં વિકાસના કામો કર્યાં છે ત્યાર બાદ તેમને અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેકટર અને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે લાઠી-બાબરા વિધાનસભા બેઠક પર હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુંમર ધારાસભ્ય છે, કોંગ્રેસ ફરીવાર વીરજી ઠુંમરને રિપીટ કરશે એ પણ નિશ્ચિત છે. ઠુંમર સામે ગઈ ચૂંટણીમાં ભાજપ તરફથી મેદાનમાં ઊતરેલા ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા(ચમારડી)નો 9 હજાર મતથી પરાજય થયો હતો. વસ્તપરાને પાટીદાર આંદોલન નડી ગયું હતું. ગઈ વખતે હાર છતાં આ વખતે ફરી ભાજપમાં ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરાનું નામ આગળ ચાલી રહ્યું છે. વસ્તપરા ઉપરાંત ભૂતપૂર્વ ધારાસભ્ય બાવકુ ઉધાડ અને જનક તળાવયાનાં નામ પણ ચર્ચામાં છે. જ્યારે સાવરકુંડલા બેઠક પર ભાજપ છેલ્લી ઘડીએ નવો ચહેરો પસંદ કરી બધાને ચોંકાવી શકે છે. કોંગ્રેસના દબંગ અને યુવા નેતા પ્રતાપ દૂધાત સામે ભાજપ તેના જ ક્રાકચ ગામના યુવા ચહેરા વિપુલ દૂધાતને ઉતારી શકે છે. સાવરકુંડલામાં દૂધાત Vs દૂધાતનો જંગનો જંગ જામે તો નવાઈ નહીં. એવી ચર્ચા ચાલી રહી છે.. તેમજ રાજુલા બેઠક ઉપર ભાજપમાં હીરા સોલંકીનું નામ નિશ્ચિત હોવાનુ મનાય રહ્યુ છે.
રાજુલાના હાલના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અંબરીષ ડેરને ભાજપમાં પ્રવેશ આપવા માટે પણ છેલ્લાં 2 વર્ષથી દોડધામ ચાલતી હતી. જોકે અત્યાર સુધી વાત ફાઈનલ થઈ શકી નથી જ્યારે હંમેશા ચોંકાવતી ધારી બેઠકનો ઉપર ફરી ત્રિપાંખિયો જંગ જામશે તેમ જણાય રહ્યું છે…ધારી-બગસરા બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં જે.વી. કાકડિયા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જ.