Published By : Aarti Machhi
આગામી વર્ષ 2023 થી અમરનાથ યાત્રાનો માર્ગ વધુ સરળ બનશે તેમ જણાઈ રહ્યું છે. બાલતાલથી પવિત્ર ગુફાને જોડતા માર્ગ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હવે આ પ્રોજેક્ટની કમાન હવે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)એ સંભાળી છે. બીઆરઓ હિમવર્ષા પહેલા જ માર્ગનું કામ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્વ છે.આગામી વર્ષ 2023 સુધી પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. બીઆરઓ કુશળ કામદારો તેમજ આધુનિક મશીનરીથી આ કામગીરી કરી રહ્યું છે. અગાઉ ટેક્નોલોજી અને સંસાધનોની અછતને કારણે કામ ધીમું ચાલતું. ત્યારબાદ જમ્મૂ કાશ્મીર વહીવટીતંત્રે સપ્ટેમ્બરમાં માર્ગના વિકાસ, સાચવણી અને વહીવટનું કામ BROને સોંપ્યું. સંગઠને પ્રોજેક્ટને પડકાર તરીકે સ્વીકાર્યો અને 29 સપ્ટેમ્બરના રોજ કામ શરૂ કર્યું. બાલતાલ અને પવિત્ર ગુફા વચ્ચેનું અંતર અંદાજે 13.2 કિ.મી છે. વચ્ચે ડોમેલ, બરારી અને સંગમ આવે છે. બાલતાલથી ડોમેલ 2.75 કિ.મી આગળ છે. અહીં પહાડો અને ખીણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે.
જોકે હવે આ ભાગ વર્લ્ડકલાસ બનશે તેમજ યાત્રા વધુ સુરક્ષિત તથા આનંદદાયક બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગને વધુ પહોળો કરવો, સાંકડી જગ્યા અને ઢાળવાળા સ્થળની સાચવણી, ખતરનાક સ્થળોના રસ્તાને નવું રૂપ આપવું, લપસી જવાય તેવા સ્થળોએ વધુ યોગ્ય બનાવવાનું કામ સામેલ છે. અત્યાર સુધી 3.8 કિ.મીના ભાગનું કટિંગ થઇ ચૂક્યું છે. ડોજર, રોક બ્રેકર વગેરે પણ સામેલ છે. અધિકારીઓ અનુસાર ડોમેલથી આગળ આવા ભારે ઉપકરણો તેમજ મશીનરીનો પહેલા ક્યારેય ઉપયોગ કરાયો નથી. હાલ આ કામ પુર ઝડપે થઈ રહ્યુ છે.આ કામગિરી પુર્ણ થતા એટલેકે ટ્રેક બની ગયા બાદ શ્રદ્વાળુઓ એક દિવસથી પણ ઓછા સમયમાં આધાર શિબિર પરત ફરી શકશે. જો કે એક દિવસમાં પરત ફરવું હાલમા પણ સંભવ છે. પરંતુ ખરાબ હવામાન તેમજ ભૂસ્ખલનના ખતરાને કારણે તે સંભવ થઇ શકતું નથી. અત્યારે બેટરી વાહન ડોમેલ સુધી જઇ શકે છે. આગળ માર્ગ જોખમભર્યો છે. જો બધુ જ યોજના મુજબ પાર પડશે તો બેટરી સંચાલિત વાહનો ડોમેલથી આગળ જઇ શકશે. એમ જાણવા મળી રહ્યું છે…