Published by : Rana Kajal
ગાંધીનગર: મોરબી દુર્ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પીએમએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળશે.આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકો આવતીકાલે શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.