Zee5 ની આગામી વેબ સિરીઝ ‘Mukhbir – The Story of a Spy’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ 8-એપિસોડની વેબ સિરીઝ 11 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ‘મુખબિર’નું ટ્રેલર થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે. આ સીરિઝ પાકિસ્તાનમાં ભારતના એક સિક્રેટ એજન્ટની વાર્તા છે. જે દેશને બચાવવા અને દુશ્મન દેશ દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધને પોતાની તરફેણમાં ફેરવવાનું કામ કરે છે. આ સીરીઝમાં પ્રકાશ રાજ લીડ રોલમાં જોવા મળશે. તેમના સિવાય આદિલ હુસૈન, હર્ષ છાયા, ઝૈન ખાન દુર્રાની, ઝોયા અફરોઝ જેવા કલાકારો પણ સામેલ છે.