- મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને એક દિવસનો શોક જાહેર કર્યો
- ટીકીટ લેવા ગયા ત્યારે બુકીંગ ક્લાર્કએ ટ્રેન 4થી નવેમ્બરથી સમયસર ઉપડશે તેમ જણાવ્યું
વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની ડિમાન્ડને લઈને અગ્રણીઓએ વલસાડથી વડાપ્રધાનના ગામ વડનગરની એક્સપ્રેસ ટ્રેનની માંગણી કરી હતી. જે બાદ રેલવે વિભાગે ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વલસાડ વડનગર ઇન્ટર સીટી ટ્રેન 2જી નવેમ્બર 2022થી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને ઘણા યાત્રીઓ વલસાડથી શરૂ થનારી વડનગર એક્સપ્રેસ ટ્રેનના પહેલા દિવસે ટ્રેનમાં યાત્રા કરવા પહોંચ્યા હતા. તમામ ટીકીટ બુકીંગ ક્લાર્કએ 4થી નવેમ્બરથી ટ્રેનના રેગ્યુલર સમયે ઉપડશે તેવી જાહેરાત કરતા રેલ યાત્રીઓ ચોકી ઉઠ્યા હતા. 3જી નવેમ્બરના રોજ સવારે 9:15 કલાકે વલસાડથી ટ્રેન રવાના થશે અને સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે રાજ્ય મંત્રીના આમંત્રણથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ટ્રેનને લીલી જંડી આપી લોકાર્પણ કરશે ત્યાર બાદ 4થી નવેમ્બરથી ટ્રેન વલસાડથી સમયસર ઉપડશે તેમ રેલવે વિભાગે જણાવ્યું હતું.

વલસાડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરની એક ટ્રેનની માંગણી વલસાડ જિલ્લા અને આજુબાજુમાં રહેતા અગ્રણીઓ કરી રહ્યા હતા. સવારે ગુજરાત કવિન નીકળી ગયા બાદ અમદાવાદ જવા માટે લાંબા સમય બાદ ટ્રેન હોવાથી ઘણા યાત્રીઓ અટવાતા હતા. જેથી ગુજરાત કવિન બાદ 1 કલાક પછી વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેન મંજુર કરીને રેલવે વિભાગે વલસાડ જિલ્લા અને આજુબાજુના લોકોને દિવાળીની ગિફ્ટ આપી હતી. રેલવે વિભાગ દ્વારા ટ્રેનનું શિડયુલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ વડનગર ઇન્ટર સીટી ટ્રેન 2જી નવેમ્બરથી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને આજે સવારે ઘણા મુસાફરો ગુજરાત કવિન ટ્રેન છોડીને નવી શરૂ થનારી વડનગર એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો. મોરબી દુર્ઘટનાને લઈને 2જી નવેમ્બરે થનારા તમામ લોકાર્પણ અને સરકારી કાર્યક્રમો રદ્દ કરીને રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કર્યો હતો. જેને લઈને વલસાડ વડનગર ઇન્ટરસિટી ટ્રેનનું લોકાર્પણ એક દિવસ લેટ કરવામાં આવશે. રેલવે વિભાગે સોશ્યલ મીડિયામાં જાહેરાત કર્યા બાદ ફેરફાર થયાની કોઈ જાણકારી ન મળતા રેલવે યાત્રીઓ અટવાયા હતા.
મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોની શાંતિ માટે રાજ્ય વ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજે શરૂ થનારી વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેન એક દિવસ લંબાવી 3જી નવેમ્બરના રોજ સવારે 9:15 કલાકે વલસાડથી ટ્રેન રવાના થયા બાદ સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત ખાતે 10 કલાકે ટ્રેનનું સ્વાગત કરી લીલી ઝંડી બતાવી ટ્રેનનું લોકાર્પણ કરી લોકો માટે ટ્રેનને ચાલુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. 4થી નવેમ્બરથી ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનથી સમયસર ઉપડશે તેમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.




