મળતી માહિતી અનુસાર ગત 31મી ઓક્ટોબરના રોજ આંકલવા અને ધમરાડ વચ્ચેથી સિરામિક કંપની તરફ જતાં રસ્તા પાસે પુરપાટ ઝ્ડપે ધસી આવેલ ટ્રક ન્ન MH-08. AP-0412 પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવર અન્ના સીતારામ નલવાડેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું, અકસ્માત અંગે હાંસોટ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે. તો આવી જ રીતે ગત તારીખ 1લી નવેમ્બરના રોજ ભરૂચના લુવારા પાટિયા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ઈકકો ગાડી ન્ન MH-15.HU-9467ના ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં સુરતના તેજસકુમાર છોટાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસ મથકે કારચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.