Published by : Rana Kajal
ગાંધીનગર
વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યુ છે. દરેક પક્ષ હવે વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપનું અભિયાન આજથી શરુ થઇ રહ્યુ છે. ગાંધીનગરમાં કમલમ પરથી આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ થશે. ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ થવાનો છે. ભાજપ જુદી જુદી રીતે પોતાના પક્ષનો પ્રચાર કરશે. ઘરે ઘરે પહોંચીને, સોશિયલ મીડિયાના માધ્યમથી, પત્રિકાઓના વિતરણ વગરે દ્વારા આજથી ભાજપ પ્રચાર શરુ કરશે.આગામી દસ દિવસ સુધી આ અભિયાન ચાલશે.
આ અભિયાનમાં લોકોને ગુજરાતમાં કેવા પ્રકારનો બદલાવ જોઇએ છે. તે પુછવામાં આવશે. સરકાર પાસેથી પ્રજાને શું અપેક્ષા છે તે પણ પુછવામાં આવશે. પ્રચાર અને પ્રસાર માટે ભાજપે તેના તમામ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. ભાજપ આજથી ચૂંટણી અભિયાનથી શરુ કરી જનતાનો અભિપ્રાય લેશે. અલગ અલગ વિસ્તારમાં સૂચન પેટીના માધ્યમથી પણ અભિપ્રાય લેવામાં આવશે.