બોલિવૂડ બાદ હોલિવૂડમાં ધૂમ મચાવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ફરી એકવાર વિવાદમાં આવી છે. 2002માં પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. 22 વર્ષ જેવો સમય વીતી ગયા બાદ પ્રિયંકાની જીત પર સવાલ ઉભા થયા છે. આ આરોપ બીજા કોઈએ નહીં પરંતુ પૂર્વ મિસ બારબાડોસ લીલાની મેકકોને લગાવ્યો છે. હાલમાં જ બાર્બાડોસ લીલાની મેકકોને તેની યુટ્યુબ ચેનલ દ્વારા ખુલાસો કર્યો હતો કે તે સમયે મિસ વર્લ્ડ સ્પર્ધા ‘ફિક્સ’ હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે સમગ્ર સ્પર્ધા દરમિયાન પ્રિયંકાને સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.