ફોર્બ્સે તાજેતરમાં ‘વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર્સ 2022’નું રેન્કિંગ બહાર પાડ્યું છે. આ યાદીમાં ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) આવક, નફા અને બજાર મૂલ્યના સંદર્ભમાં 20માં નંબરે છે. તે જ સમયે, મુકેશ અંબાણીની રિલાયન્સ ભારતમાં શ્રેષ્ઠ નોકરીદાતા છે. ટોપ-100માં રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની છે. આ લિસ્ટમાં જર્મનીની મર્સિડીઝ બેન્ઝ, અમેરિકાની પીણું બનાવતી કંપની કોકા-કોલા, જાપાની ઓટો જાયન્ટ હોન્ડા એન્ડ યામાહા અને સાઉદી અરામકો પણ રિલાયન્સ ગ્રુપથી પાછળ રહી ગઈ છે. રિલાયન્સ સિવાય ટોપ-100માં અન્ય કોઈ ભારતીય કંપની નથી. આ યાદીમાં HDFC બેંક 137માં નંબર પર છે. આ ઉપરાંત બજાજ (173મું), આદિત્ય બિરલા ગ્રૂપ (240મું), હીરો મોટોકોર્પ (333મું), લાર્સન એન્ડ ટુબ્રો (354મું), આઈસીઆઈસીઆઈ બેન્ક (365મું), એચસીએલ ટેક્નોલોજી (455મું), સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (499મું), અદાણી એન્ટરપ્રાઇઝિસ (547મું) અને ઈન્ફોસિસ (668મું) યાદીમાં અન્ય ભારતીય કંપનીઓ છે. રિલાયન્સમાં 2.30 લાખ કર્મચારીઓ કામ કરે છે.