- શું ગુજરાતમાં આવાજ વચનો ભાજપ આપશે ચાલતી ચર્ચા…?..
હિમાચલ પ્રદેશની ચૂંટણીના આડે ઍક સપ્તાહ કરતા ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મતદારોને કેટલાક વચનો અને વાયદાઓ આપવામાં આવ્યા છે. જેમાં મુખ્ય વચન સમાન નાગરિકતા ધારો હિમાચલ પ્રદેશમાં લાગુ પાડવા અંગે અને મહિલાઓને ૩૩ ટકા અનામત વિવિધ ક્ષેત્રોમાં આપવા અંગે વચન આપવામા આવ્યા છે.આ ઉપરાંત યુવાનો અને ખેડુતો માટે પણ ખાસ વચનો આપવામા આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપ દ્વારા આવા વચનો અપાયા બાદ હવે શું ભાજપ ગુજરાતની વિધાનસભાની ચુંટણીના ઢંઢેરામાં પણ આવાજ વચનો અને વાયદાઓ આપશે કે નહિ કેમ તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે.




