- આગામી સુનાવણી 14 નવેમ્બરે હાથ ધરાશે
મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ ધરાશાયી થવાથી કરૂણાંતિકા સર્જાઈ હતી. આ ઘટનામાં અંદાજિત 135થી વધુ લોકોના મોત નીપજ્યા છે. મોરબી બ્રિજ હોનારતમાં સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. મોરબી હોનારતને લઈ કમિટી બનાવવામાં આવી છે. આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોનો પણ સમાવેશ થાય છે. ઘટનામાં શહેરી વિકાસ વિભાગે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા છે ઓરેવા કંપનીના બાંધકામ સાઇટ ચેક કર્યા વિના જ સંદીપ સિંહ ઝાલાએ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.
ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લીધી હતી. ગૃહ વિભાગ, શહેરી આવાસ, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવ અધિકાર આયોગ સહિત રાજ્ય સરકારના અધિકારીઓને નોટિસ પાઠવી છે. કોર્ટે રાજ્યને એક સપ્તાહમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. આ અંગે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.




