- અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીએ આજે 11મી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની ૧૮૨માંથી વધુ 12 બેઠકો માટે મૂરતિયાઓની યાદી જાહેર કરી છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 11 યાદી જાહેર કરી છે. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે.તો ભાજપ પાર્ટીએ હજી સુધી તેમના કોઈ ઉમેદવારો જાહેર કર્યા નથી.કોંગ્રેસ પાર્ટીએ એક યાદી જાહેર કરી છે.




