- મૃતક પરિવારને 20 લાખની સહાય તેમજ પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ
- આ ઘટનામાં જવાબદારો સામે સખત પગલાની માંગ કરાઇ
મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ ધરાશાયી થવાથી કરૂણાંતિકા સર્જાઈ હતી. આ ઘટનામાં અંદાજિત 135થી વધુ લોકોના મોત નીપજ્યા છે. મોરબી બ્રિજ હોનારતમાં સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. મોરબી હોનારતને લઈ કમિટી બનાવવામાં આવી છે. આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોનો પણ સમાવેશ થાય છે. ઘટનામાં શહેરી વિકાસ વિભાગે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા છે. તો ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લીધી હતી. ગૃહ વિભાગ, શહેરી આવાસ, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવ અધિકાર આયોગ સહિત રાજ્ય સરકારના અધિકારીઓને નોટિસ પાઠવી સપ્તાહમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે.
મૃતક પરિવારોને ન્યાય મળે તે માટે સ્વયં સૈનિક દળ દ્વારા રેલીનું આયોજન કરાયું હતુ. ઝૂલતા પૂલની ઘટનામાં મૃતક પરિવારને 20 લાખની સહાય આપવામાં એ તેવી માંગ કરવામાં આવી છે. તેમજ પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ સાથે રેલી યોજી હતી. તો જવાબદારો સામે કડક રાહે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-07-at-4.19.24-AM-2-1024x548.jpeg)
મોરબીની દુર્ઘટના પછી કંપનીના માલિક જયસુખ ઓધવજી પટેલનું નામ પણ ચર્ચામાં છે. જો કે રવિવારની પુલ દુર્ઘટના બાદથી જયસુખ પટેલ ગાયબ છે. જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જયસુખ પટેલ મૃદાબાદના બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં જયસુખ પટેલ મૃદાબાદના નારા લાગ્યા હતા.