અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ એને લગભગ 1 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. તેવામાં દિવાળી વેકેશન હોય કે પછી સમાન્ય રજા, અમદાવાદીઓ દ્વારા મેટ્રોમાં બેસી સફર કરાઈ રહી છે. લોકોએ અહીં સફર કરવાની અનોખી મજા માણી છે. જોકે શું તમને ખબર છે કે મેટ્રોમાં કોઈપણ વ્યક્તિ અંદર કે બહાર નુકસાન પહોંચાડે તો કેવા પ્રકારનો દંડ થઈ શકે છે? એટલું જ નહીં જો કોઈ પેસેન્જરની તબિયત અચાનક બગડી તો એના માટે શું વ્યવસ્થા કરાઈ છે એના પર વિગતે માહિતી મેળવીએ…
GMRC દ્વારા હોસ્પિટલો સાથે એમઓયુ કરાયા…
અહી નોંધનીય છે કે મેટ્રોની અંદર કે બહાર જો કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારાઈ શકે છે. વળી આની સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને વિવિધ વિસ્તારની 6 હોસ્પિટલ સાથે એમઓયુ પણ કર્યા છે. જેથી પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ શકે.
અહેવાલો પ્રમાણે મેટ્રોમાં જો તબિયત બગડી તો સ્ટેશનની આસપાસ જે કોઈપણ 108 એમ્બ્યુલન્સ હશે તે ત્યાં દોડીને આવી જશે. એટલું જ નહીં એવી માહિતી મળી રહી છે કે મેટ્રો સ્ટેશન પર કોઈ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય નહીં રહે પરંતુ આસપાસ જે પણ હશે તેમાંથી 108 તાત્કાલિક ત્યાં પહોંચી જશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઘણી વાર કેટલાક મુસાફરો ગંદકી કરતા હોય છે. જ્યાં ત્યાં વેફર, પાણીની બોટલ અથવા અન્ય વસ્તુઓનો કચરો ફેંકી જતા રહેતા હોય છે. તેવામાં સૌથી મોટો પ્રશ્ન પાન-ગુટખા ખાનારાઓ અને તેની પિચકારી જ્યાં ત્યાં મારનારાઓનો છે. અહેવાલો પ્રમાણે જો મેટ્રોના કોચમાં અંદર કોઈ કચરો ફેંકતા, અથવા થૂંકતા પકડાયા અથવા મેટ્રોના કોઈપણ ફર્નિચરને નુકસાન પહોંચાડતા જોવા મળ્યા તો 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મેટ્રો રેલવે ઓપરેશન અને મેન્ટેનન્સ એક્ટ 2002માં રેલ સંપત્તિને નુકસાન પહોંચડાનારાઓ સામેના ઘણા પગલાઓ પણ જણાવાયા છે.
મેટ્રોમાં પાન-ગુટખાની પિચકારી મારશો તો ખેર નથી, મેડિકલ સુવિધા સહિતની માહિતી જાણો…
RELATED ARTICLES