Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરાના ઉદ્યોગોને સોગાત… પાલિકા 5700 ઉદ્યોગોને ટેક્સના 100કરોડ પરત કરશે...

વડોદરાના ઉદ્યોગોને સોગાત… પાલિકા 5700 ઉદ્યોગોને ટેક્સના 100કરોડ પરત કરશે…

  • રાજ્યના 150 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને ડબલ ટેક્સેશનમાંથી મુક્તિ આપવામાં આવી
  • મોટી રકમ પરત મળતાં વિવિધ એકમો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા સુધારી શકશે

રાજ્યના 90,000 ઔદ્યોગિક એકમોને 400 કરોડના વાર્ષિક ટેક્સમાંથી 75% રકમ કોર્પોરેશન દ્વારા હવે પરત મળશે તેવો નિર્ણય કરાયો છે. ત્યારે પાલિકાના દાયરામાં આવેલા 5 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 5700 જેટલાં ઉદ્યોગોને 100 કરોડનો ફાયદો થશે. રાજ્ય સરકારના કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ડબલ ટેક્સેસનનો માર સહન કરતા હતા.

વર્ષોથી આ અંગે રજૂઆત માગણી અને મીટીંગો કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો ન હતો તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવે રાજ્યના 150 જેટલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને ડબલ ટેક્સેશનમાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા થયેલા પરિપત્ર મુજબ કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી લેવાતા ટેક્સમાંથી 75% રકમ સ્થાનિક એકમોને પરત કરવી પડશે. જે તેમના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વાપરી શકશે.

ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી કોર્પોરેશન અંતર્ગત આવતા એકમો ટેક્સ ભરતા હોવા છતાં ગટર પાણી લાઈટ સ્ટ્રીટ લાઈટ અને રસ્તા જેવી સુવિધા કોર્પોરેશન પૂરું પાડતું ન હતું. આ ડબલ ટેક્સેસનને પગલે ઇન્ડસ્ટ્રી ઉપર માર પડતો હતો. તેમજ મોટાભાગની રકમ કોર્પોરેશનમાં જતી હોવાથી યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું ન હતું. કોર્પોરેશન પણ ટેક્સ લેવા છતાં ઉદ્યોગો પ્રત્યે ઉદાસીનતા દાખવતું હતું. કોઈ સુવિધા આપતું ન હતું. શહેરના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાઈટો ન હોવાનું, ખાડા પડી ગયાનું, પાણી ભરાતા હોવાની બૂમો સામાન્ય હતી. જોકે હવે સમસ્યાનો ઉકેલ મળશે. કોર્પોરેશન અંતર્ગત 5 એસ્ટેટ આવે છે. જેમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો મકરપુરા જીઆઇડીસીમાં આવેલા છે. સરકાર દ્વારા અમદાવાદની પેટર્ન તમામ રાજ્યમાં અમલ કરવાનો આદેશ કરાયો છે. આ અંગે જાણવા મ્યુ.કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ થઇ શક્યો ન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!