ભરૂચ નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર ચોકડી ઓવર બ્રીજ પાસે ત્રિપલ માર્ગ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર મુસાફરનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું. દેવભૂમિ દ્વારકાના રણ ગામમાં રહેતા જયસુખ વેલા કન્જારીયા અને સાથી ટ્રક ચાલક શક્તિ સાખરા સાથે ટ્રક નંબર-જી.જે.૩૭.ટી.૮૮૫૮ લઇ સોડા પાઉડર ભરી કર્ણાટક ખાતે જતા હતા તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર ચોકડી ઓવર બ્રીજ ઉતરતા જુના સરદાર બ્રીજ પહેલા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ લક્ઝરી બસ નંબર-જી.જે.૦૩.એ.ઝેડ.૯૫૦૦ના ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતા ટ્રકમાં ભટકાયો હતો જે લક્ઝરી બસ પાછળ ચાલતી ટ્રક નંબર-આર.જે.૧૯.જી.જી.૨૭૧૫ બસમાં ઘુસી જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર રાજકોટના જેતપુર ગામના મહેશ જમાન પાટોલીયા ટ્રકમાં દબાઈ જતા તેઓનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




