વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું કે હું નહિ તો મારા ધર્મપત્ની ચૂંટણી લડશે
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવાર નવાર તેઓના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં વાઘોડિયા બેઠક ઉપર બીજી વાર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેવામાં મધુ શ્રીવાસ્તવનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે હું ભાજપા સાથે છું અને ભાજપામાં જ રહેવાનો છું. મારી પત્ની ઘણા સમયથી તાલુકા પ્રમુખ પણ રહી ચુકી છે ત્યારે મેં એમ કહ્યું હતું કે હું નહિ તો મારી પત્ની લડાશે. અમારામાંથી કોઈ પણ લડે એક જ વાત છે. જો કે આ નિવેદન બાદ તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે પાર્ટીએ નિર્ણય લીધો છે કે સગાઓને ટિકિટ નહિ આપવી પણ હું એમ જ કહીશ કે હું પાર્ટી સાથે જ છું.
(ઈનપુટ : જિતેન્દ્ર રાજપૂત, વડોદરા)




