Published by : Rana Kajal
બીજા તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે 17 નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિત શાહના હસ્તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઘાટલોડિયામાં ગૃહપ્રધાન અમિત શાહની જનસભાનું પણ આયોજન કરવામાં આવી શકે છે.
ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો. 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા. ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા. 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા.