Published by : Rana Kajal
ટાટા ગ્રુપની માલિકીની દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાને આંચકો લાગ્યો છે. યુએસ સરકારે એર ઈન્ડિયા પર 1.4 મિલિયન ડોલરનો દંડ લગાવ્યો છે. આ સિવાય એર ઈન્ડિયાને મુસાફરોને 12.15 મિલિયન ડોલર પરત કરવા પણ કહેવામાં આવ્યું છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન, એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અથવા તેમના સમયપત્રકમાં ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટના પૈસા રિફંડ કરવામાં વિલંબને કારણે એર ઈન્ડિયાને દંડ કરવામાં આવ્યો છે અને રિફંડ ઓર્ડર આવ્યા છે. જો કે, રિફંડમાં વિલંબના આ કિસ્સાઓ ટાટા જૂથ દ્વારા એર ઈન્ડિયાના ટેકઓવર પહેલાના છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનું કહેવું છે કે એર ઈન્ડિયાની રિફંડ પોલિસી હેઠળ મુસાફરોને તેમના રિફંડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ કારણોસર એર ઈન્ડિયાને પેસેન્જરોને પૈસા પાછા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દંડ પણ ભરવો પડશે.