Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Update બિગ બોસે કન્ટેસ્ટેન્ટને આપી પહેલાવાર આવી સજા...

 બિગ બોસે કન્ટેસ્ટેન્ટને આપી પહેલાવાર આવી સજા…

બિગ બોસના ઘરમાં દરરોજ નવા-નવા હંગામા થતા રહે છે. એક હંગામો ખતમ થતો નથી ત્યાં બીજો શરુ થઈ જાય છે. શિવની સાથે શારિરીક બળનો પ્રયોગ કરવા પર અર્ચનાને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. તે પછી જ્યારે અર્ચનાને ઘરમાં પરત લાવવામાં આવી ત્યારે ફરી પાછો નવો ડ્રામા ઉભો થયો હતો. હવે જેમ-તેમ ઘરમાં શાંતિ આવી હતી પણ ફરી પાછુ ઘરના લોકોએ કંઈક એવું કામ કરી નાખ્યુ જેનાથી બિગ બોસ ખૂબ જ નારાજ છે અને તેણે કન્ટેસ્ટેન્ટ માટે એક ખૂબ જ ભયાનક નિર્ણય લીધો છે. એટલું જ નહીં બિગ બોસે ઘરના તમામ લોકોને ખૂબ જ શર્મિંદા પણ કરી દીધા હતાં.

કેમ નારાજ થયા બિગ બોસ?

શોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે, બિગ બોસ તમામ ઘરવાળાને ગાર્ડન એરિયામાં ભેગા કરે છે અને તમામની ઉપર જોરદાર વરસે છે. તેમને શરમમાં મુકીને બિગ બોસ કહે છે કે- તમારા જેવા હીરો હોય તો વિલનની જરુરત શું પડે? તમને તો પોતાના પર ખૂબ જ ગર્વ થતો હશે ને? કારણકે શરમ તો તમારામાંથી કોઈને પણ આવતી નથી. આ સાંભળીને તમામ ઘરના સભ્યો હેરાન થઈ જાય છે અને પછી કંઈક એવું થાય છે જે કદાચ જ 15 સિઝનમાં ક્યારેય નહીં થયું હોય.

 બિગ બાસ 16માં આ પહેલીવાર જોવા મળી રહ્યુ છે કે કન્ટેસ્ટેન્ટ સ્મોકિંગ ઝોનમાં નહીં પણ બહાર આવીને ખુલ્લામાં સિગારેટ પીતા જોવા મળ્યા છે. આ ઓનસ્ક્રીન પણ ઘણીવાર થયું છે. આના માટે બિગબોસે ઘણીવાર કન્ટેસ્ટેન્ટને ફટકાર પણ લગાવી છે અને ગયા અઠવાડિયે સલમાન ખાને પણ ઘરના સભ્યોને આવું ના કરવા માટે સમજાવ્યુ હતું. પરંતુ જ્યારે સમજાવ્યા બાદ પણ કોઈ ના માન્યું તો સ્મોકિંગ ઝોનને જ બંધ કરી દેવામાં આવ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!