તાજેતરમાં જ બ્યૂટી અવૉર્ડ શો મુંબઈમાં યોજાઈ ગયો. આ અવૉર્ડ શોમાં એક્ટ્રેસિસ ગ્લેમરસમાં એકબીજાને બરોબરની ટક્કર આપતી હતી. આ દરમિયાન સેન્ટર ઑફ એટ્રેક્શન જોઈ કોઈ રહ્યું હોય તો તે કાર્તિક આર્યન તથા દીપિકા પાદુકોણની જોડી હતી. બંનેને સાથે જોઈને ચાહકોમાં એવી ચર્ચા થવા લાગી કે બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. રેડ કાર્પેટ પર કાર્તિકે સ્માઇલ સાથે દીપિકાનું વેલકમ કર્યું હતું અને પછી બંનેએ સાથે ધમાકેદાર પોઝ પણ આપ્યા હતા. બી ટાઉનની ગલીઓમાં એવું સંભળાય છે કે બંને ‘આશિકી 3’માં સાથે કામ કરી શકે છે.
અવૉર્ડ શોમાં કોણ કોણ આવ્યું?
અવૉર્ડ શોમાં જાહન્વી કપૂર, એલી અવરામ, હિના ખાન, આહના કુમરા, રકુલ પ્રીત સિંહ, ક્રિતિ સેનન સહિતના સેલેબ્સ આવ્યા હતા.

કાર્તિક આર્યન ‘આશિકી 3’માં કામ કરી રહ્યો છે
સપ્ટેમ્બર, 2022માં ‘આશિકી’ની ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મની જાહેરાત મેકર્સે કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે કાર્તિક આર્યન છે અને ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરે છે. જોકે, હજી સુધી ફિલ્મની એક્ટ્રેસનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.