દેશની પ્રથમ ખાનગી સ્પેસ કંપની, સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું રોકેટ વિક્રમ-એસ આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. જો બધું બરાબર રહ્યું તો વિક્રમ-એસ સવારે 11.30 વાગ્યે લોન્ચ થશે. હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે ખરાબ હવામાનને કારણે અગાઉ વિક્રમ-એસનું લોન્ચિંગ મુલતવી રાખ્યું હતું.
દેશની પ્રથમ ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ વિક્રમ-એસ ઈસરોના શ્રીહરિકોટા લોન્ચ પેડ પરથી ઉડાન ભરવા માટે તૈયાર છે. સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે માહિતી આપી હતી કે વિક્રમ-એસ3ને પૃથ્વીની સબ-ઓર્બિટલ ભ્રમણકક્ષામાં નાના ઉપગ્રહો સ્થાપિત કરવા માટે પે-લોડ સાથે મોકલવામાં આવી રહ્યો છે. કંપનીએ કહ્યું કે રોકેટનું નામ વિક્રમ-એસ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. કંપનીને વિક્રમ-એસ પાસેથી ઘણી આશાઓ છે. કંપનીએ આ સમગ્ર મિશનને ‘મિશન પ્રરંભ’ નામ આપ્યું છે.