ગાઝા પટ્ટીના એક શરણાર્થી શિબિરમાં ગુરુવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 બાળકો છે. જ્યાં આગ લાગી હતી તે બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન શરણાર્થીઓ રહે છે. ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડિંગમાં પેટ્રોલ રાખવામાં આવ્યું હતું. કદાચ આ આગનું કારણ છે.
જ્યાંથી મૃતદેહો અને ઘાયલોને લાવવામાં આવ્યા હતા તે હોસ્પિટલના ડિરેક્ટરે મૃત બાળકોની સંખ્યા 10 જણાવી છે. એક અધિકારીએ કહ્યું- આગ ભયાનક હતી. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.