Published by : Rana Kajal
- કોર્ટે 8,658 વર્ષની સજા ફટકારી
ટેલિવિઝન પર ઇસ્લામનો પ્રચાર કરનાર તુર્કીના ધાર્મિક નેતા અદનાન ઓક્તારને બુધવારે ઇસ્તંબુલની અદાલતે 8,658 વર્ષની જેલની સજા ફટકારી હતી. તે ન્યૂનતમ પોશાક પહેરેલી છોકરીઓથી ઘેરાયેલો હતો અને તેમને “બિલાડીના બચ્ચાં” કહેતો હતો. 66 વર્ષીય અદનાન પોતાને ધાર્મિક નેતા માને છે. તે ટીવી પર એક શો હોસ્ટ કરતો હતો, જેમાં ઘણી છોકરીઓ હાજર રહેતી હતી.
કોર્ટે બુધવારે તેને ગુનાહિત સંગઠન ચલાવવા, યૌન શોષણ, શિક્ષણના અધિકારોનો ઇનકાર અને વ્યક્તિગત ડેટાના ગેરકાયદેસર સંગ્રહ માટે 891 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તાજેતરની સજા બાદ અદનાનની કુલ સજા 8,658 વર્ષ સુધી પહોંચી ગઈ છે. કોર્ટે 10 અન્ય શકમંદોને પણ સમાન જેલની સજા ફટકારી છે