કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે તોડફોડના કિસ્સામાં કોંગ્રેસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકી સામે ટિકિટ વહેંચણીના મુદ્દે રોષે ભરાયેલા કાર્યકરોએ તોડફોફ મચાવી હતી જેમાં કોંગ્રેસ દ્વારા આ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. અને તેઓને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં એક બાદ એક વિવાદ વધી રહ્યા છે થોડા દિવસ અગાઉ ટિકિટની વહેંચણી બાબતે NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિરુદ્ધ આક્ષેપ કરીને કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. જે મામલે 12 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કાર્યકરોને સસ્પેન્ડ કરાતા યુવાન નેતાઓમાં વધુ રોષ ફેલાયો છે. જે બેઠક માટે આ નેતાઓ માંગણી કરી રહ્યા હતા ત્યાં અન્ય ઉમેદવારને ફાળવણી કરતા હવે કોંગ્રેસના જ ઉમેદવારનો યુવા નેતા વિરોધ કરશે.