- PM મોદી અને સોનિયા ગાંધી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ…
દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે 105મી જન્મજયંતિ છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની 105મી જન્મજયંતિ પર દિલ્હીના શક્તિસ્થળ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ પણ ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. દેશના પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિના અવસરે નેતાઓ સહિત દેશભરમાં તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ટ્વિટ કર્યું, ‘અમે શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમના 105મા જન્મદિવસના અવસર પર યાદ કરી રહ્યા છીએ. વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ઇન્દિરા ગાંધી હિંમતનો પર્યાય હતો – તેમણે અમીરોની ઈજારાશાહી તોડી, ગરીબોની કાળજી લીધી અને ભારતના હિતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે શક્તિશાળી રાષ્ટ્રોને અવગણ્યા હતા.