કાકા અને બે ભત્રીજાની કરતુતે 6 દિવસ સુધી સમગ્ર રાજસ્થાનને હચમચાવી નાખ્યુ હતુ. પોલીસની સાથે સાથે સમગ્ર દેશની તમામ સુરક્ષા એજન્સીઓ ઉદયપુરના રેલવેબ્રિજ પર થયેલા બ્લાસ્ટનું કારણ શોધવામાં લાગી ગઈ હતી. આખરે બ્લાસ્ટના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તપાસ વધુ સઘન થઈ હતી. અત્યંત ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે જેની વિગત જોતા મુખ્ય આરોપી ધુલચંદની ઉંમર 32 વર્ષ છે અને તે ધોરણ 10મું પાસ છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે આ રૂટ પર ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી ધુલચંદે રેખાને ટ્રેક ઉડાવી દેવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું. પોતાની યોજનાઓને અમલમાં મૂકવા માટે, ધુલચંદે યુટ્યુબ પર ઘણા વીડિયો જોયા. પોલીસ તપાસમાં યુટ્યુબમાં 24થી વધુ વીડિયો હિસ્ટ્રી મળી આવી છે. આ દર્શાવે છે કે તે કેવી રીતે કાવતરું ઘડી રહ્યો હતો. આ પ્લાનમાં તેણે તેના 18 વર્ષના ભત્રીજા પ્રકાશ અને 17 વર્ષના અન્ય સગીર ભત્રીજાનો પણ સમાવેશ કર્યો હતો. યુ ટ્યુબ પર વીડિયો જોયા બાદ ત્રણેય મળીને 30 વર્ષીય અંકુશ સુવાલકાનો સંપર્ક કર્યો અને બે ટુકડામાં વિસ્ફોટક મેળવીને ગુનાને અંજામ આપ્યો. જોકે, અત્યાર સુધીની પૂછપરછમાં આરોપીઓએ કહ્યું છે કે તેમનો હેતુ કોઈને મારવાનો ન હતો. તેમજ આ ઘટનાને ડુંગરપુરમાંથી મળેલી જીલેટીન સ્ટિક સાથે કોઈ સંબંધ નથી.ઉદયપુર પોલીસના 300થી વધુ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ કેસનો ભેદ ઉકેલવામાં સામેલ હતા. એસપી વિકાસ શર્માના દર કલાકે અપડેટ મોનિટરિંગને કારણે ઘણા પોલીસકર્મીઓ 4 દિવસ સુધી પોતાના ઘરે પહોંચી શક્યા ન હતા.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પ્રકાશે થોડા મહિનાઓ સુધી ખાણમાં કામ કર્યું હતુ. જેના કારણે તેમને ખાણકામ દરમિયાન બ્લાસ્ટિંગના વાયરિંગ ફિટિંગ વિશે પ્રાથમિક જાણકારી હતી. તેણે ઘણી વખત જિલેટીન વાયર સાથે સ્ટીકના ફિટિંગનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું, પરંતુ થોડી મૂંઝવણ હતી. એટલા માટે જ્યારે તે અંકુશ સુહલકા પાસેથી પેલેટ્સ (સુપર 90 વિસ્ફોટક સ્ટીક) ખરીદવા ગયો ત્યારે તેણે તેને બોમ્બ કેવી રીતે બનાવવો તે પણ પૂછ્યું. અને કેટલા ગુલામાં થશે મોટો ધડાકો? અંકુશે આ અંગે ઘણી વાતો પણ કહી હતી. જોકે, ત્યારે અંકુશને ખબર ન હતી કે આરોપી રેલવે ટ્રેકને ઉડાવી દેવાનો છે. બંધ પડેલી કેટલીક ખાણોમાં ગેરકાયદે ખનન થતું હોવાની તેમને શંકા હતી. જૉકે ધુલચંદના ભત્રીજા પ્રકાશને ખાણકામ દરમિયાન બ્લાસ્ટિંગના વાયરિંગ ફિટિંગ વિશે પ્રાથમિક જાણકારી હતી.
ધુલચંદ એક યા બીજા બહાને જવાર ખાણમાં ખાણકામ સાથે જોડાયેલા લોકો સાથે બ્લાસ્ટ માટે વાત કરતો હતો. મહિનાઓ સુધી તે યુવકોને તેમની બ્લાસ્ટિંગ અને ડિટોનેટરની ક્ષમતા અંગે પ્રશ્નો પૂછતો હતો. ધુલચંદ એક કાપડની દુકાનમાં પણ 5000 રૂપિયા મહિને કામ કરે છે. તે પરિણીત છે અને તેને બે બાળકો પણ છે.આરોપીઓએ ડાકણ કોટડા ખાતે અંકુશ સુહલકાની દુકાનમાંથી બે અલગ અલગ સમયે સ્ટીક્સ લીધી હતી. એક જ વારમાં તેને 40 સ્ટીક્સ મળી. તેણે એક સ્ટીકના 25 રૂપિયા આપ્યા. જિલેટીન વાયર માટે લગભગ 100 રૂપિયા આપ્યા. તેણે કુલ 80 બોલ અને વાયર લીધા હતાં કુલ 2200 રૂપિયામાં બે બોમ્બ બનાવવા માટે સામાન લીધો હતો. મળતી માહિતી મુજબ
બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટક સુપર પાવર 90નું એક પેકેટ રેલવે ટ્રેક પર જ પડેલું જોવા મળ્યું હતું.




