Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઉતરાખંડના ચમોલીમાં ઓવર લોડેડ ગાડી ખીણમાં પડતા 2 મહિલા સહિત 12 લોકોના...

ઉતરાખંડના ચમોલીમાં ઓવર લોડેડ ગાડી ખીણમાં પડતા 2 મહિલા સહિત 12 લોકોના મોત…

ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ હતી . આ દુર્ઘટનામાં 12-13 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 મહિલા સહિત 10 પુરૂષનો સમાવેશ થાય છે. ઓવર લોડેડ વાહનમાં લગભગ 21 લોકો સવાર હતા, જેમાં 2-3 લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ગાડી જોશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહી હતી. જૉકે અકસ્માતને પગલે હાલ રેક્સ્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી અચાનક ખીણમાં ખાબકી ગઈ. 2 મહિલા સહિત 10 પુરૂષના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે

અક્સ્માત અંગે જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણ લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં 21 લોકો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે એક મેક્સ ગાડી મુસાફરો સાથે જોશીમઠથી કિમાણા ગામ જઈ રહી હતી. લગભગ બપોરે 3:30 વાગ્યે મેક્સ પલ્લા ગામની નજીક ગાડી રોડ પર આગળ વધતા રિવર્સમાં આવી હતી. કહેવાય છે કે ઓવરલોડિંગને કારણે મેક્સ ટાયરની નીચે મૂકેલા પથ્થરને પાર કરી ગઈ. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ મેક્સ ગાડી 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી જેથી આ દુર્ઘટના સર્જાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!