• ડ્રાઇવર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને માહિતી મોકલતો હોવાની ચોકાવનારી માહીતી બહાર આવી…
વિદેશી મંત્રાલયનો ઍક ડ્રાઈવર જાસૂસી કરતો હોવાનુ જણાતા પોલીસે ડ્રાઇવરને એરેસ્ટ કરી તપાસનો આરંભ કરેલ છે જૉકે આ પ્રકરણ હની ટ્રેપ નો કિસ્સો હોવાનુ પણ જણાઈ રહ્યું છે.જાસૂસી અને હની ટ્રેપ નાં આ બનાવ અંગે વિગતે જોતાં દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલયમાં ફરજ બજાવતા એક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલતો હતો. ડ્રાઇવરને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા હનીટ્રેપ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સને પગલે દિલ્હી પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.
પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં હતો ડ્રાઈવર
પોલીસે જણાવ્યું કે ડ્રાઈવરની જવાહરલાલ નેહરુ ભવન પાસેથી ધરપકડ કરવામાં આવી છે. તે ભારતીય વિદેશ મંત્રાલયની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલે છે, તેના બદલામાં તેને પૈસા મળતા હતા. ડ્રાઈવર પાકિસ્તાનની એક મહિલા જાસૂસના સંપર્કમાં હતો, તેને વિદેશ મંત્રાલયની માહિતી મોકલતો હતો.મહિલા જણાવે છે કે તે કોલકાતાની રહેવાસી છે. મહિલાનું નામ પૂનમ શર્મા અથવા પૂજા કહેવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે આ હનીટ્રેપનો મામલો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ ચાલી રહી છે કે તેણે પાકિસ્તાને કઈ-કઈ માહિતી મોકલી છે.આ કિસ્સામાં પાકિસ્તાનથી આવેલો હિન્દુ શરણાર્થી જાસૂસી કરતો હતો તેમ જણાયું હતું જોકે આ અગાઉ ઓગસ્ટ મહિનામાં રાજસ્થાન પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની ઓળખ 44 વર્ષીય ભાગચંદ તરીકે થઈ હતી. ભાગચંદનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને 1998માં પરિવાર સાથે ભારત આવ્યો હતો. ભાગચંદ દિલ્હીમાં ટેક્સી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 2016માં તેને ભારતની નાગરિકતા મળી હતી. જાસૂસી પ્રકરણ માં મોટાં ભાગે હની ટ્રેપ નાં કિસ્સા પણ સંકળાયેલા હોય છે.




