- કોન્ટ્રાકટ કંપની સુપરવાઈઝર કર્મચારીઓને યેનકેન પ્રકારે હેરાન કરતો હોવાની અદાવતે આચરાયેલો ગુનો
ઝઘડિયાની આરતી કંપનીના સુપરવાઈઝરને નાઈટ શિપથી ઘરે જતા રસ્તામાં રોકી કરાયેલા જીવલેણ હુમલામાં એલ.સી.બી. એ આરોપી એવા બે કર્મચારીઓને ઝડપી પાડ્યા છે.
ગત 16 જુલાઈએ ઝઘડિયાની આરતી કંપનીમાં મોહિત કોન્ટ્રાકટમાં સુપરવાઈઝર સુમન ચૌધરી અને અન્ય એક નાઈટશિપમાં હતા. રાતે ફરજ પરથી તેઓ ઘરે જતા અનુપમ રસાયણ કંપની પાસે 8 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ખૂનની કોશિશ અને રાયોટિંગનો ગુનો દાખલ કરાયો હતો. ભરૂચ એલ.સી.બી. એ ઘટનામાં વિવિધ કંપનીઓના સીસીટીવી ફૂટેજ, કર્મચારીઓની હિલચાલ ઉપર નજર, ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.કોન્ટ્રાકટમાં કામ કરતા ઝઘડિયાના રાણીપુરા અને ખારીયા ગામના 8 શકશોએ આ જીવલેણ હુમલો કર્યો હતો. ગુનામાં વપરાયેલ બાઇક સાથે મનીષ વસાવા અને અજય વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાણીપુરા ગામના અન્ય 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ આરોપીઓ બે વર્ષ પહેલાં લેંકશેક્સ કંપનીમાં કેટાલિસ્ટ પાઉડરની ચોરીમાં પણ સંડોવાયેલા હતા.