Published by : Rana Kajal
અજય દેવગન, અક્ષય ખન્ના, તબ્બુ અને શ્રિયા સરન જેવા અનુભવી કલાકારોથી સજ્જ ફિલ્મ ‘દ્રશ્યમ 2‘ એ પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ જોરદાર કમાણી કરી લીધી છે. તેની કમાણીની સ્પીડને જોતા એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે દ્રશ્યમ 2ના બોક્સ ઓફિસ કલેક્શનની જાણકારી આપી છે. તેના મુજબ ફિલ્મે ભારતમાં પ્રથમ 3 દિવસમાં 64.14 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે.
આ ફિલ્મેને 15.38 કરોડ રુપિયાનું સારું ઓપનિગ મળ્યું હતુ, સમીક્ષકોના વખાણ અને દર્શકોના સારા રિસ્પોન્સની અસર એ છે કે, આ આગામી દિવસે એટલે કે, શનિવારના રોજ 21.59 કરોડ રુપિયા કમાય લીધા છે. રવિવારના રોજ ફિલ્મની કમાણીમાં વધારો થયો જેણે 27.17 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.




