Published by : Rana Kajal
મેક્સિકોમાં રુવાંડાં ઊભા કરી દેતી ધટના સામે આવી છે હાલમાં જ એક શ્વાન માણસનો કપાયેલો હાથ લઈને રસ્તા પર દોડતો જોવા મળ્યો હતો.જૉકે એક મહિનામાં આ ત્રીજી વાર બન્યું છે, જ્યારે કૂતરાઓ માનવ શરીરના અંગો સાથે ફરતા જોવા મળ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ તમામ કેસ પાછળ ડ્રગ માફિયાઓનો હાથ હોઈ શકે છે.આ અગાઉ ઓક્ટોબરના અંતમાં એક શ્વાન તેના મોઢામાં માણસનું માથુ લઈને ભાગતો જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે આ મામલાની તપાસ કરીતો અધિકારીઓને માનવ શરીરના અંગોના ટુકડા સાથે 53 બેગ મળી આવી હતી. જોકે પોલીસ આ વ્યક્તિની ઓળખ મેળવવામાં હજી સુધી નિષ્ફળ રહી હતી. હવે પોલીસને ત્રીજી વખત માહિતી મળી કે શ્વાન માણસના કપાયેલા હાથ સાથે ફરતો જોવા મળ્યો છે.

પોલીસને ત્રીજી વખત માહિતી મળી કે શ્વાન માણસના કપાયેલા હાથ સાથે ફરતો જોવા મળ્યો છે. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.આ સમગ્ર બનાવ અંગે વિગતે જોતા મેક્સિકોના જાકાટેકસ શહેરમાં સૌથી પહેલા 27-28 ઓક્ટોબરના અરસામાં શહેરના રહેવાસીઓએ શ્વાનને માણસનું કપાયેલું માથું લઈ ફરતા જોયો. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શ્વાનના મોઢામાંથી માથું કાઢી આગળની તપાસ હાથ ધરી હતી જોકે પોલીસના જણાવ્યા અનુસાર, કૂતરો હત્યાના સ્થળેથી માનવ અંગો ઉપાડે છે અને તેને ખાવા માટે નિર્જન જગ્યા શોધે છે.
હત્યાના સ્થળેથી કૂતરાએ ખોપરી ઉપાડી લીધી હતી
પોલીસે ઘટનાની તપાસ કરી તો જાણ થઈ કે આ ઘટના પાછળ ડ્રગ માફિયાનો હાથ છે. એક વ્યક્તિની હત્યા કરી લાશને ATM પાસે ફેંકી દેવાયો. તેમજ ત્યાંથી ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો. તેમાં લખેલું હતું કે, ‘હવે પછીનું માથું તારું હશે’. પોલીસે જણાવ્યું કે ડ્રગ્સ દાણચોરો વચ્ચે સતત ઘર્ષણ થાય તે છે. શહેરમાં ઘણી હત્યાઓ થઈ રહી છે. સોથી ચોકાવનારી બાબત એ છે કે જાન્યુઆરીથી અત્યાર સુધી 3000 લોકો ગુમ થયા છે જે નોધપાત્ર છે……