હીમયુગના સમયથી સાઇબેરિયાના ‘મર્મા-ફ્રોસ્ટ’ બરફમાં કંઈ કેટલાયે વાયરસ દબાયેલા છે તેમાંથી કેટલાકને વિજ્ઞાાનીઓએ પુનર્જિવિત કર્યા છે. આ રીસર્ચ ખુબ જોખમી તો છે જ, પરંતુ સાથે સાથે જરૂરી પણ છે. કારણ કે, ગ્લોબલ- વૉર્મિંગને લીધે બરફ ઓગળે છે, તેથી કોઈ દિવસે અચાનક જ વાયરસનું સંક્રમણ પ્રસરી જાય તો ભારે ખતરો ઉભો થઈ જાય તેવી સંભાવના છે તેથી પહેલેથી જ તે ખતરા સામે ઉપાય શોધવા વિજ્ઞાાનીઓ પ્રયાસ કરી રહ્યા છે. જેથી બચાવ થઈ શકે. હાલમાં આ વાયરસ અંગે એક રિસર્ચ પેપર પણ રજૂ કરાયેલ છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, સાઇબેરિયાના દૂરના પૂર્વના પ્રદેશના થર્મા-ફ્રોસ્ટમાંથી પાંચ અલગ અલગ પ્રજાતિઓના ૧૩ વાયરસ મળી આવ્યા છે તેના સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તે પૈકી કેટલાંક તો ૪૮,૫૦૦ વર્ષ જેટલા જૂના છે. ત્યારથી તે બરફમાં દબાયેલા હતા હવે એમ કહી શકાય કે વાયરસ ને ‘જગાડવામાં’ આવ્યા છે.
વાયરસની દુનિયાની રહસ્યમય બાબતો…. 48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલાં વાયરસ પુનર્જિવિત કરાયા…
RELATED ARTICLES




