સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે જીરેનીયમ ઓઇલની સફળ ખેતી કરી છે. આ ખેડૂત ઓઇલની ખેતીમાંથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. કઈ રીતે ખેતી કરી અને કેટલી આવક મેળવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નવી ટેકનોલોજીના મારફતે અલગ અલગ પ્રકારની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ ગામના હિતેશ પ્રજાપતિ તેમને 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. નાની ઉંમરે હિતેશભાઈએ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર જીરેનીયમ ઓઇલની ખેતી કરી છે. હિતેશભાઈ એ ડીસા કે.વી.કે ના કૃષિ વૈજ્ઞાનિક ડો.યોગેશભાઈ પવારના માર્ગદર્શન પછી સારું એવું ઉત્પાદન મેળવ્યું હતું. હિતેશભાઈએ સમગ્ર 7 વીઘા જમીનમાં જીરેનીયમ ઓઇલની વાવણી કરી હતી. અત્યાર સુધી 12 લાખનો ટોટલ વાવણી અને પ્લાન્ટ નો ખર્ચો થયો છે.હિતેશભાઈએ પોતાના ખેતરમાં જીરેનીયમ પાકમાંથી ઓઇલ નીકાળવાનો પ્લાન્ટ બનાવ્યો છે.જીરેનીયમ પાક કટિંગ કરી તેમાં પ્રોસેસ કરી સ્થળ પર ઓઇલ નીકાળી શકાય.
7 વિઘામાંથી 18 લાખની આવક
જીરેનીયમની ખેતી ખેતરમાં ત્રણ વર્ષ રહે છે.એક વર્ષમાં ત્રણ વાર તેને કટીંગ કરવામાં આવે છે.એક ટનમાં એક લીટર ઓઇલ નીકળે છે. જીરેનીયમ ઓઇલની સમગ્ર વિશ્વમાં માંગ છે.જીરેનીયમ ઓઇલનો લીટરનો ભાવ 12 થી 14 હજાર રૂપિયા છે.જીરેનીયમ ઓઇલની કોશમેટિકની તમામ વેરાયટીમાં ઉપયોગ આવે છે.દવા, સાબુ, અત્તર જેવી અનેક વસ્તુઓમાં જીરેનીયમ ઓઇલનો ઉપયોગ થાય છે. જિરેનીયમ ઓઇલની ખેતીમાં ઓછા ખર્ચે સારો એવો નફો મળી રહ્યો છે.ખેડૂતો હિતેશભાઈની ખેતી જોઈને પ્રભાવિત થયા હતા.અન્ય ખેડૂતો પણ બાગાયતી જીરેનીયમની ખેતીની તેમજ અન્ય બાગાયતી ખેતીની શરૂઆત કરવા વિચારી રહ્યા છે.