ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર લોકશાહીના અવસર હેઠળ જિલ્લાના ચિત્ર શિક્ષકોએ બનાવેલી મહા રંગોળી ઉપર વાહનો ફરી વળતા ડબલ મહેનતનો વારો આવ્યો હતો.
ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાનને લઈ અવસર લોકશાહી હેઠળ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.

ગુરુવારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જિલ્લાના ચિત્ર શિક્ષકો દ્વારા મહા રંગોળી બનાવવામાં આવી હતી. જોકે રાતે તેના ઉપર વાહનો ફરી વળતા આ શિક્ષકોની મહેનત એળે ગઈ હતી. આજે તેઓએ ફરીથી મતદારોને જાગૃત કરવા રંગોળી બનાવવી પડી હતી. ત્યારે તંત્રે બીજી વખત આમ ન થાય તે માટે રંગોળીની સાચવણી માટે બિટીઇટીના જવાનોને સિકિયોરિટીમાં મૂકી દીધા હતા.




