Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઅમેરિકાની દુકાનો પર.. નો આટા.. ના પાટીયા.

અમેરિકાની દુકાનો પર.. નો આટા.. ના પાટીયા.

  • હવે  રોટલી વિના ભારતીયો પરેશાન…

હાલમાં અમેરિકામાં રહેતા ભારતીય લોકોને ઘરની એટલેકે વતનની રોટલીની યાદ આવી રહી છે. દુનિયાભરની વાનગીઓના વિકલ્પ હોવા છતાં ગરમ ગરમ રોટલી વિના બધું જ સ્વાદ વિનાનુ લાગી રહ્યું છે. હાલમા ખરેખર અમેરિકામા લોટની અછત વર્તાઈ રહી છે જેના લીધે ભારતીયો ખુબજ પરેશાન છે. તે સાથે અમેરિકનો પર આ સંકટની અસર થઇ રહી નથી કેમ કે તેમને મેંદો પસંદ છે. છેલ્લાં લગભગ 10 દિવસથી દૂકાનો પર ‘નો આટા’ના બોર્ડ લગાવી દેવાયાં છે. તે સાથે રેશનિંગ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે જ્યાં અમુક દુકાનદારો તેમના ગ્રાહકોને એકવારમાં લોટનુ એક જ પેકેટ આપી રહ્યા છે. અમુક એવા પણ દુકાનદારો છે જે ત્રણ ગણા ભાવે લોટ વેચી રહ્યાં છે વર્ષ 2022નાં એપ્રિલ-જુલાઈ ત્રિમાસિકમા ભારતથી લોટની નિકાસ બમણી કરાઈ હતી. તેનાથી ભારતમાં કિંમતો વધવા લાગી હતી. વધતી કિંમતોને અંકુશમાં લાવવા મોદી સરકારે મે 2022માં ઘઉંની નિકાસ પર રોક લગાવી હતી. બાદમાં ઓગસ્ટમાં લોટની નિકાસ પર પણ રોક લગાવાઈ. પરિણામે ધીમે ધીમે દિવાળી પહેલાં અમેરિકામાં લોટની અછત સર્જાવા લાગી. હવે આ અછત તીવ્ર બની છે. કેટલાક દુકાનદારો ભાવ વધારે લઈ રહ્યાં છે. તે સાથે અમુક દુકાનદારો ડરી ગયા છે. તેમને લાગે છે કે કોઈ ગ્રાહક ફરિયાદ કરશે તો જેલ જવું પડશે. અમેરિકાના કાયદા ગ્રાહકોના અધિકારોને લઈને અત્યંત કડક છે. અમેરિકામાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ભારતે હવે લોટની નિકાસની મંજૂરી આપી છે. ડિસેમ્બર સુધી રાહતની આશા છે. હાલ કેનેડાથી લોટ આવે છે.

વર્ષે 3.60 લાખ ક્વિન્ટલનો વપરાશ

અમેરિકામાં દર વર્ષે 3.60 લાખ ક્વિન્ટલથી વધુ લોટનો વપરાશ થાય છે. તેના મોટા હિસ્સાની ભારતમાંથી નિકાસ કરાય છે. ભારતથી સપ્લાય બંધ થવાથી ફાયદો કેનેડાની કંપનીઓને થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security