- આતંકવાદીઓ, ગુંડાઓ અને ડ્રગ સ્મગલરો વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ…
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેના સૂત્રોને ટાંકીને કહ્યું કે NIAએ મંગળવારે સવારે દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને યુપીમાં ગેંગસ્ટરના ઠેકાણાઓનો પર્દાફાશ કરવા માટે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. ઓક્ટોબરમાં NIAએ દિલ્હી સહિત ઉત્તર ભારતના ચાર રાજ્યોમાં 52 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં એક વકીલ અને હરિયાણાના એક ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા વકીલની ઓળખ ઉત્તર પૂર્વ દિલ્હીના ઉસ્માનપુર વિસ્તારના ગૌતમ વિહારના રહેવાસી આસિફ ખાન તરીકે થઈ છે. એજન્સીના અધિકારીઓએ તેમના નિવાસસ્થાન પર તલાશી દરમિયાન તેમના ઘરમાંથી ચાર હથિયારો અને કેટલીક પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.




