- કર્ણાટકમાં પ્રોફેસરે વિધર્મી વિદ્યાર્થીને આતંકવાદી સાથે સરખાવતાં વિવાદ થયો, પ્રોફેસર સસ્પેન્ડ કરાયા હતા..
કર્ણાટકના ઉડ્ડુપીમાં આવેલી મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં એક પ્રોફેસર અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીએ તે પ્રોફેસર પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ તેને આંતકવાદીના નામથી સંબોધીને બોલાવ્યો હતો. તે વિદ્યાર્થી વિધર્મી હતો અને તેનું નામ પૂછતા તે પ્રોફેસરે તેને કસાબ સાથે સરખાવ્યો હતો. મણિપાલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીમાં એક વિધર્મી વિદ્યાર્થીનું નામ સાંભળતા જ પ્રોફેસરે કહ્યું હતું કે ‘અરે તું તો કસાબ જેવો છે’. જેના પછી તે વિધર્મી વિદ્યાર્થીએ વિરોધ કર્યો હતો, અને પ્રોફેસરને નારાજ થતા પૂછ્યું હતું કે ‘સર આ મજાક નથી. તમે મને આતંકવાદીના નામથી ના બોલાવી શકો. શું તમે તમારા પુત્ર સાથે આવી રીતે વાત કરશો? તમે મને આવી રીતે કેમ બોલાવી શકો, એ પણ આટલા લોકોની સામે, ક્લાસમાં? તમે પ્રોફેસર છો, તમે અમને ભણાવો છો.’જૉકે તે વિદ્યાર્થીએ વિરોધ કરતા તે પ્રોફેસરે સોરી કહ્યું હતું. જૉકે પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.




