Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratએકમાત્ર ‘0’ સંપત્તિ ધરાવતા ઉમેદવાર...

એકમાત્ર ‘0’ સંપત્તિ ધરાવતા ઉમેદવાર…

ગુજરાત વિધાન સભાની ચુંટણી માં રાજકિય પક્ષો અને અપક્ષોએ પોતાની સંપત્તિ જાહેર કરી છે તયારે આખા ગૂજરાત રાજ્યમાં ઍક માત્ર અપક્ષ ઉમેદવાર એવા પણ છે જેમની સંપત્તિ શૂન્ય છે રાજકોટ ના ઉમેદવાર ભૂપેન્દ્ર પટોળિયા એ જણાવ્યુ કે , અમે રોજ સાંજે સિનિયર સિટીઝનો ઘર પાસે બેસીએ છીએ, એમા અમારે સામસામે બોલવાનુ થયું. એટલે હું કલેક્ટર કચેરીએથી ફોર્મ લઈ આવ્યો અને 10 ટેકેદારની સહી જોઇ પણ 10 મિનિટમાં જ ફટાફટ બધાએ સહી કરી દીધી. 10 મિનિટમાં મારું ફોર્મ તૈયાર થઈ ગયું અને કલેક્ટર કચેરીમાં રજૂ કરી આવ્યો. મારો દીકરો શાપરમાં કારખાનામાં નોકરી કરે છે. હાલ ચૂંટણીનું વાતાવરણ જામતું નથી. ચૂંટણીમાં પરિણામ નક્કી ન હોય. લંડનમાં ચર્ચીલ જેવો ચર્ચીલ હારી ગયો હતો.ભગવાન ક્યારેક પલ્લું ઊંધુ નાખી દે. હું પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલનો સાળો છું. વલ્લભભાઈએ મને ચૂંટણી કેમ લડવી એ શીખડાવ્યું છે એટલે હું ચૂંટણી લડું છું.વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ભુપેન્દ્ર પટોળિયાએ જણાવ્યું હતું કે, હું આ આગામી ચૂંટણીમાં જોડાયો છું. ગુજરાત વિધાનસભાની રાજકોટ 69 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છું. મે મારૂ ફોર્મ આપ્યું હતુ અને મને ચૂંટણીમાં ઉભા રહેવા માટે ડેપ્યુટર કલેક્ટરે મંજૂરી આપી છે. મારા ઘરમાં 4 સભ્યો છે. જેમાં બે મહિલા છે અને બે પુરૂષ છે. મારા દીકરાની આવક નોકરી દ્વારા થાય છે અને મારી આવક મારા પેન્શનમાંથી થાય છે. મેં બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!