મધદરિયે આવેલા આ ગામમાં 5 બુથ છે. તંત્રએ EVM સહિતની મશીનરી અને સ્ટાફને બોટ મારફતે શિયાળ બેટ ગામ રવાના કર્યો છે. આ મતદાન કેન્દ્ર પર રાજુલા બેઠકનું મતદાન યોજાશે.
લોકશાહીના મહાપર્વમાં એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર ખડેપગે છે. અનેક વિષમ પરિસ્થિતિનો સામનો કરીને પણ તંત્ર પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે પ્રયાસમાં છે. તંત્રનો આવો જ એક પ્રયાસ અમરેલીમાં જોવા મળ્યો. જાફરાબાદ તાલુકામાં મધદરિયે આવેલા શિયાળ બેટ ગામ પર તંત્રએ મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ કરી છે. શિયાળ બેટ ગામ દરિયાઈ ટાપુ પર આવેલું છે. મધદરિયે આવેલા આ ગામમાં 5 બુથ છે. તંત્રએ EVM સહિતની મશીનરી અને સ્ટાફને બોટ મારફતે શિયાળ બેટ ગામ રવાના કર્યો છે. આ મતદાન કેન્દ્ર પર રાજુલા બેઠકનું મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે કોઇ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર વિષમ પરિસ્થિતિમાં પણ કામ કરી રહ્યું છે ત્યારે આપણે પણ એક જાગૃત નાગરિકની જેમ આપણી ફરજ સમજીને ચોક્કસથી મતદાન કરવું જોઇએ.
અમરેલીના દરિયાઇ ટાપુ શિયાળબેટમા દરિયાના માર્ગે પહોંચ્યા EVM…
RELATED ARTICLES




