વિધાનસભા ચૂંટણીમાં મતદાન અવસ્ય કરો તેની તંત્ર દ્વારા જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. કોઈ એક ઉમેદવારને મત આપવા માટે મોટાપાયે પ્રચાર થાય છે પરંતુ કોઈ પણ ઉમેદવાર પસંદ ના હોય અને તેના માટે ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી સુવિધા NOTA નો પ્રચાર થતો નથી. આવા સંજોગોમાં વડોદરા શહેરના એક સામાજિક કાર્યકર પોતાના સાથી કાર્યકરો સાથે NOTA લખેલ વસ્ત્રો પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને NOTA નો પ્રચાર કરવા આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક પણ ઉમેદવાર પસંદ ના હોય તો ઈવીએમમાં છેલ્લું બટન NOTA નું હોય છે. તેનો મતલબ નન ઓફ ધ એબવ. એટલેકે ઉપરનો એક પણ ઉમેદવાર પસંદ નથી.
NOTA લખેલ વસ્ત્રો પહેરી વિધાનસભા ચૂંટણીમાં અનોખો પ્રચાર…
RELATED ARTICLES




