વલસાડમાં રેલ્વે યાર્ડમાં આવેલા 205 નંબરના બૂથમાં ઇવીએમ (EVM) ખોટવાયું હતું. ત્યારે તે ઇવીએમ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો રાજકોટ નજીકના ગોંડલમાં પણ ઇવીએમ ખોટકાયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તેની વચ્ચે તાપીના નિઝર, વલસાડ રેલ્વે યાર્ડ તથા ગોંડલમાં પણ ઇવીએમ ખોટાવાયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. તાપી જિલ્લાની નિઝર વિધાનસભા બેઠકના ઉચ્છલના જામકી ગામે ઇવીએમ ખોટવાયું હતું. તેના કારણે વહેલી સવારથી મતદાન માટે આવેલા મતદારો પરેશાન થયા હતા. ત્યાર બાદ ખોટકાયેલા ઇવીએમને બદલીને નવું ઇવીએમ રિપ્લેસ કરવામાં આવ્યું હતું તો તાપીમાં ઇવીએમ ખોટકાતા નવા EVM ની વ્યવસ્થા કરવામાં આવી
ધોરાજીમાં બોગસ પ્રિસાઇન્ડિંગ ઓફિસર પકડાયો
ઘોરાજીમાં મતદાન દરમિયાન પત્નીની જગ્યાએ પતિ પ્રિસાઇન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે અપક્ષ ઉમેદવાર સહિદ પરમારે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ધોરાજીની કે.ઓ . શાહ કોલેજના મતદાન બૂથમાંથી બોગ્સ પ્રિસાઇન્ડિંગ ઓફિસર ઝડપાયો હતો. આ બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાઈ જતા તાત્કાલિક ધોરણે તેના પત્નીને બૂથ પર બોલાવી લેવામાં આવ્યા હતા.
ધોરાજીમાં બોગલ પ્રિસાઇન્ડિંગ ઓફિસર ઝડપાતા ચૂંટણીપંચમાં ફરિયાદ ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે 6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત છે. મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવ્યો છે.