કાઉંસિલ ફોર દ ઈંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે કે, CISCE Boardએ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. આઈસીએસઈના 10મું અને આઈએસસીના 12માંની વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરીમાં આયોજીત કરવામા આવશે. આ વર્ષે ICSE ની ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરી અને ISC ની 12ની પરીક્ષા 13 ફેબ્રુઆરીથી શરુ થશે. ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cisce.org પર ડેટશીટ ચેક કરી શકે છે.
કાઉંસિલ ફોર દ ઈંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશ અનુસાર, ICSE ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 29 માર્ચની વચ્ચે આયોજીત થશે. ધોરણ 12ની પરીક્ષા 13 ફેબ્રુઆરીથી 31 માર્ચની વચ્ચે આયોજીત થશે.
ફેબ્રુઆરીથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા, ICSE-ISCનું ટાઈમટેબલ જાહેર થયું…
RELATED ARTICLES




