- મજૂરને બોલાવી 4 ફૂટ ઊંડો ખાડો ખોદાવડાવ્યો, તીવ્ર દુર્ગંધથી ખુલ્યું રહસ્ય..
- હત્યાનું કર્યું હતું પ્રી-પ્લાનિંગ..
ઔરંગાબાદમાં એક મહિલાએ પોતાના પુત્રની હત્યા કરી લાશને આંગણામાં દાટી દીધી હોય તેવી ધટના બની હતી. મહિલાએ પહેલા ગળું દબાવી પુત્રની હત્યા કરી હતી અને ત્યાર પછી મજૂરને બોલાવી શૌચાલયની ટાંકીના નામે 4 ફૂટનો ખાડો ખોદાવડાવ્યો હતો. ખાડો ખોદાઈ જતા મહિલાએ શ્રમિકને પાણી લેવાના બહાને બહાર મોકલ્યો હતો અને મજૂર પરત ફરે ત્યાં સુધી મહીલા એ ખાડો ભરી દીધો અને શ્રમિકને પરત મોકલી દીધો હતો. આ ધટના મદનપુર પોલીસ સ્ટેશનના માયા બીઘા ગામની છે. મૃતકની ઓળખ 15 વર્ષિય મારૂતીનંદન કુમાર તરીકે થઈ છે. તે એક ખાનગી શાળામાં સાતમા ધોરણમાં ભણતો હતો. બે મહિના પહેલા મહિલાએ પોતાની 17 વર્ષિય પુત્રી પુનીતા કુમારીની હત્યા કરી હતી. મહિલાનો બીજો પણ એક દિકરો છે, જે દિવ્યાંગ છે અને તેની માતાની સાથે જ રહે છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ મહિલાને કસ્ટડીમાં લીઘી છે અને પૂછપરછની શરુઆત કરી છે. આ અંગે પટના FSL ટીમને જાણ કરવામાં આવી છે. એફએસએલની ટીમ ઔરંગાબાદ પહોંચી ગઈ છ એસડીપીઓ સ્વીટી સેહરાવતે જણાવ્યું હતું કે ગામલોકોના કહેવા પ્રમાણે, મૃતક છોકરો થોડા દિવસોથી ગુમ હતો. એવી આશંકા છે કે લગભગ એક અઠવાડિયા પહેલા તેની માતાએ તેની હત્યા કરી હતી અને તેને માયા બીઘા સ્થિત ઘરમાં બંધ રાખવામાં આવ્યો હતો. તે ખાડો ખોદવા મજૂર શોધી રહી હતી. પરંતું તેને કોઈ મળી રહ્યું નહતું. ત્યારબાદ ગામના એક મજૂર સુરેશ રામને મહિલાએ શૌચાલયની ટાંકી માટે ખાડો ખોદવાનું કહ્યું. જે પછી તે તૈયાર થઈ ગયો. ખાડો ખોદતી વખતે તેને ગંધ આવી હતી. જ્યારે મહિલાને મજૂરે ગંધની વાત કરી, ત્યારે તેણે ઉંદર કા તો સાંપ મરવાની વાત કરી હતી. લગભગ ચાર ફૂટ ખાડો થયો ત્યારે મહિલાએ મજૂર ને પાણી લાવવા માટે બહાર મોકલ્યો હતો. મજૂર પરત ફર્યો, ત્યાં સુધી મહિલાએ ખાડો પૂરી દીધો હતો. ત્યાર પછી મહિલાએ કહ્યું પંડિતજીએ ખાડો ખોદવાની ના પાડી છે. અત્યારે ખાડો નથી ખોદવાનો. તેણે જ ગ્રામજનોને આ વિશે જાણ કરી. ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી. સૂચના મળતા જ પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી હતી અને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.