‘ભૂલથી પણ માથામાં કંઈ વાગી જાય તો દુખાવો થાય છે’તક્લીફ તો થાય છે જ…
ઘરે ઘર જાણીતા એવા અને નાના પડદાથી લઈ મોટા પડદા સુધી દયાના નામથી લોકપ્રિય ‘CID’ ઇન્સ્પેક્ટર આજકાલ ફરી ચર્ચામાં છે. 52 વર્ષીય દયાનંદ શેટ્ટી પોતાના ખરતા વાળથી ટેન્શનમાં હતો. આ જ કારણે દયાનંદે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા અને સો.મીડિયામાં વીડિયો શૅર કરીને આ અંગેનો અનુભવ કહ્યો હતો.દયાનંદ શેટ્ટીએ હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને હવે ટ્રાન્સપ્લાન્ટના 20 દિવસ બાદ તેને કઈ મુશ્કેલી પડી રહી છે તે અંગે જણાવ્યું હતું. કે તે લાંબા સમયથી ખરતા વાળની સમસ્યાથી પીડાતો હતો અને તેને ટાલ પણ પડી ચૂકી હતી. આ જ કારણે તેણે હેર ટ્રાન્સપ્લાન્ટની મદદ લીધી હતી.અનુભવ શૅર કરતાં કહ્યું, ‘ભૂલથી પણ માથામાં કંઈ વાગી જાય તો દુખાવો થાય છે’