- 7 ડિસેમ્બરથી યોજાનાર સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
- લોકસભાના સ્પીકર ઓમ બિરલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની એક અલગ બેઠકની અધ્યક્ષતા કરશે
7 ડિસેમ્બરથી યોજાનાર સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં રક્ષામંત્રી અને બીજેપી સાંસદ રાજનાથ સિંહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. સરકારનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં ભાજપના ઉપનેતા રાજનાથ સિંહ અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિપક્ષી નેતાઓએ આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી
બેઠક દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ માત્ર એક દિવસમાં ચૂંટણી કમિશનરની નિમણૂક, EWS ક્વોટા અને બેરોજગારી પર ચર્ચાની માંગ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને મોંઘવારી, બેરોજગારી, એજન્સીઓના કથિત દુરુપયોગ અને રાજ્યોની આર્થિક નાકાબંધી પર ચર્ચાની માંગ કરી હતી.
ઓમ બિરલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની અલગ બેઠકની અધ્યક્ષતા કરશે
આજે લોકસભાના સ્પીકર ઓમ બિરલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની એક અલગ બેઠકની અધ્યક્ષતા કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ વખતે તેમણે સત્રની પૂર્વસંધ્યાએ પરંપરાગત સર્વપક્ષીય બેઠકને બદલે બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી)ની બેઠક બોલાવવાનું નક્કી કર્યું. BAC ગૃહના કાયદાકીય કાર્યસૂચિ તેમજ પક્ષો જેના પર ચર્ચા કરવા માંગે છે તે મુદ્દાઓની ચર્ચા કરે છે. ગયા અઠવાડિયે, સરકારે શિયાળુ સત્રમાં 16 બિલ રજૂ કર્યા હતા.