Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy GujaratRTEના નિયમમાં સુધારો:આવતા વર્ષે જૂનમા ધોરણ 1મા ભણવા મૂકવા માટે 6 વર્ષ...

RTEના નિયમમાં સુધારો:આવતા વર્ષે જૂનમા ધોરણ 1મા ભણવા મૂકવા માટે 6 વર્ષ થયા હશે તો જ પ્રવેશ…

ગુજરાતમાં તમામ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ 25 ટકા સીટ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમર ફરજિયાત કરવામાં આવે તે માટે હવે RTEના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોના સંચાલકને પત્ર લખીને જાણ કરી છે.

ઓછી ઉંમરનાને પ્રવેશ અપાશે તો સ્કૂલની જવાબદારી

અમદાવાદ જિલ્લા શિક્ષણધિકારીએ પરિપત્ર કરીને ખાનગી સ્કૂલોના આચાર્ય અને સંચાલકોને જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ-1માં RTE હેઠળ પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે, ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં 1 જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવાનો રહેશે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકને પ્રવેશ આપી શકાશે નહીં. જે પણ સ્કૂલ ચકાસ્યા વિના પ્રવેશ આપશે, તે સ્કૂલની જવાબદારી રહેશે અને આ મામલે સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

RTEમાં ધોરણ 8 સુધી ખાનગી સ્કૂલમાં સરકાર ભણાવશે


રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વર્ષ 2012થી ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા સીટ પર પ્રવેશ આપવામાં આવે છે. આ બાળકોને ધોરણ 8 સુધી તે સ્કૂલમાં ફ્રીમાં ભણાવવામાં આવશે. RTEમાં પ્રવેશ મેળવવા માટે વાલીની આવક મર્યાદા 1.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. RTE હેઠળ ભણતા બાળકોની 1 થી 8 ધોરણ સુધીની ફી પણ સરકાર સ્કૂલને ચૂકવે છે.

રહેઠાણથી 6 કિમીના વિસ્તારમાં સ્કૂલ પસંદગી કરવી પડશે

RTE હેઠળ પ્રવેશ પ્રકિયા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓનલાઇન પ્રવેશ પ્રકિયામાં વાલીએ રહેઠાણ અને આવકનો દાખલો અપલોડ કરાવવાનો રહેશે. જે તે જિલ્લાના RTEના નોડલ ઓફિસર દ્વારા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી કર્યા બાદ જે તે બાળકને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. રહેઠાણની 6 કિમીના અંતરમાં આવેલી સ્કૂલ જ વાલીએ પસંદ કરવાની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security