Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમુંબઇ આખાનુ આરોગ્ય જોખમાય એટલી હવાની ગુણવત્તા ખરાબ થઇ, 5 પરાં રેડ...

મુંબઇ આખાનુ આરોગ્ય જોખમાય એટલી હવાની ગુણવત્તા ખરાબ થઇ, 5 પરાં રેડ સિગ્નલમા…

  • મહારાષ્ટ્ર સરકાર કે મહાનગરપાલિકા દ્વારા કોઇ નિવેદન કે માર્ગદર્શિકા જારી નથી થઇ
  • ઉધરસ, કફ,આંખોમાં -ગળામાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યા વધી
  • હજી 2 દિવસ હવા ખરાબ રહેવાની શક્યતા

મુંબઇ આખાનું આરોગ્ય જોખમાયું છે. મુંબઇગરાંનાં ફેફસાંમાં અતિ પ્રદૂષિત હવા ભરાઇ રહી છે. મહાનગરની હવાની ગુણવત્તા છેલ્લા બે-ત્રણ દિવસથી અતિ ચિંતાજનક રીતે ખરાબ થઇ રહી છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે બુધવારે મુંબઇની હવાની ગુણવત્તાનો આંક ૨૯૩ નોંધાયો હતો, જે ખરાબની શ્રેણીમાં આવે છે. મંગળવારે તો શહેરની હવાની ગુણવત્તાનો આંક ૩૦૯ જેટલો નોંધાયો હતો, જે અતિ ખરાબની શ્રેણીમાં આવે છે. મંગળવારે અને બુધવારે બંને દિવસે મુંબઇની હવા દિલ્હીની હવા જેટલી જ ખરાબ રહી હતી. આજે મુંબઇનાં મલાડ, અંધેરી, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ(બીકેસી), કોલાબા, મઝગાંવ એમ પાંચ પરાંની હવાની ગુણવત્તાનો આંક ૩૦૦ કરતા પણ વધુ નોંધાયો હતો. એટલે આ પાંચેય પરાં રેડ સિગ્નલની શ્રેણીમાં આવી ગયાં છે.
મુંબઇગરાંનાં ફેફસાંમાં સતત પ્રદૂષિત હવા ભરાઇ રહી છે. અસંખ્ય નાગરિકોને ઉધરસ,કફ, આંખોમાં અને ગળામાં બળતરા થવી અને અસ્થમાનાં દરદીઓને શ્વાસોચ્છવાની તકલીફ થવી વગેરે સમસ્યા થઇ રહી છે. બાળકો અને વૃદ્ધજનોનાં આરોગ્ય સામે જોખમ ઝળુંબી રહ્યું છે.આમ છતાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ મહાનગરપાલિકા તરફથી કોઇ જ જાતનું નિવેદન નથી જારી થયું કે નથી માર્ગદર્શિકા જારી થઇ. મુંબઇગરાંની હાલત દિલ્હીનાં નાગરિકો જેવી બને તેવો માહોલ સર્જાઇ રહ્યો છે એવી ઘેરી ચિંતા મુંબઇગરાંમાં ફેલાઇ ગઇ છે.
સફરના ફાઉન્ડર ડાયરેક્ટર ડો.ગુફ્રાન બેગે પુણેથી એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ પર અગ્નિ દિશાના પવનો ફૂંકાઇ રહ્યા છે. વળી, હાલ પવનની ગતિ પણ અતિ મંદ છે. સાથોસાથ હાલ શિયાળાની મોસમ હોવાથી વહેલી સવારે ઠંડું વાતાવરણ હોય છે. ઠંડા વાતાવરણને કારણે હવામાં તરતાં પ્રદૂષણનાં સુક્ષ્મ રજકણો એકબીજાં સાથે જોડાઇ જાય. પરિણામે તે રજકણોનું વજન વધી જાય. મંદ પવન અને ઠંડા વાતાવરણને કારણે પ્રદૂષણનાં તે રજકણો વાતાવરણના નીચેના હિસ્સામાં તરતાં રહે. આવી સતત પરિસ્થિતિને કારણે મુંબઇની હવાની ગુણવત્તા પણ સતત ખરાબ થઇ રહી છે. આજે સતત બીજા દિવસે પણ મુંબઇમાં દ્રષ્ટિ ક્ષમતા અતિ નબળી રહી હતી. દૂરનાં દ્રશ્યો અને ગગનચુંબી ઇમારતો પણ અત્યંત ઝાંખી દેખાતી હતી.
આવી ચિંતાજનક પરિસ્થિતિ હજી બે-ત્રણ દિવસ સુધી રહે તેવી શક્યતા છે. બીજીબાજુ હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૪ અને લઘુત્તમ તાપમાન ૨૩.૯ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૩-૯૨ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૧-૮૫ ટકા નોંધાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security